ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:05 IST)

કરજાઈ 3 ઓગસ્ટથી ભારતની મુલાકાતે...

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામીદ કરજાઈ ત્રણ ઓગસ્ટથી ભારતની બે દિવસની યાત્રા પર આવી રહ્યા છે. આ દરમિયાના કાબુલનાં ભારતીય દુતાવાસ પર થયેલાં આતંકવાદી હુમલા તથા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે.

કરજાઈ કોલંબોમાં સાર્ક પરિષદમાં ભાગ લીધા બાદ ભારતની બે દિવસની મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાથે મુલાકાત કરશે તથા અફઘાનિસ્તાનનાં પુનઃનિર્માણ અંગે ચર્ચા વિચારણા કરશે.

બંને નેતાઓની મુલાકાતમાં અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો પર થતાં આતંકવાદી હુમલા અંગે ચર્ચા થવાની સંભાવના છે. આમ, આ મુલાકાતમાં સુરક્ષાનો મુદ્દો ખુબ મહત્ત્વ બનશે. મહત્ત્વપૂર્ણ છે કે કાબુલમાં ભારતીય દુતાવાસ પર થયેલા હુમલા બાદ કરજાઈએ પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈને જવાબદાર ઠેરવી હતી