બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિગ્ટન , રવિવાર, 28 સપ્ટેમ્બર 2008 (11:06 IST)

કરારને અમેરિકી કોંગ્રેસની મંજૂરી

ભારતને પરમાણુ વેપારનાં ક્ષેત્રમાં મળી સફળતા

અમેરિકી કોંગ્રેસનાં નીચલા સદન પ્રતિનિધિ સભાએ ભારત અમેરિકા અસૈન્ય પરમાણુ કરારને મંજૂરી આપી દીધી છે. તેની સાથે ભારત પર છેલ્લાં ત્રણ દશકથી લાગેલી પરમાણુ સામગ્રીનાં વ્યાપાર પરનાં પ્રતિબંધ હટી ગયો છે.

આ કરારનાં પક્ષમાં 298 જ્યારે વિરોધમાં 117 સાંસદોએ વોટ આપ્યા હતાં. આ કરારને મંજૂરીની સાથે બુશ સરકારને ભારત સાથે પરમાણ્વિક ભાગીદારી શરૂ કરવાની દિશામાં એક મોટી સફળતા મળશે.

પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ(એનએસજી) દ્વારા ભારતને વિશ્વનાં અન્ય દેશો પાસેથી પરમાણુ સામગ્રીનાં વેપાર કરવાની છૂટ મળ્યા બાદ અમેરિકી પ્રતિનિધિ સભામાં સમજૂતિ અમેરિકી કોંગ્રેસની મંજૂરી મળવી તે એક મોટી સફળતા માનવામાં આવે છે.

આ પહેલાં શુક્રવારે આ વિધેયક પર ચર્ચા થઈ હતી. પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહતું. તેથી મતદાન થયું નહતું.

આ ચર્ચામાં 18 વક્તાઓએ ભાગ લીધો હતો. કેટલાંક સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે આ કરારથી ઈરાન, પાકિસ્તાન અને ઉત્તર કોરીયા જેવા દેશોને પરમાણુ અપ્રસાર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા માટે પ્રેરિત થશે.

કરારનાં સમર્થનમાં આગળ આવેલા વક્તાઓએ કહ્યું હતું કે પરમાણુ અપ્રસારમાં ભારતનાં ત્રુટીહિન રેકોર્ડ, તેની ઉર્જાની જરૂરીયાતો અને ભારત-અમેરિકા વચ્ચે વધી રહેલાં સંબંધોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવી જોઈએ.