શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: બગદાદ , ગુરુવાર, 26 જુલાઈ 2007 (10:53 IST)

કાર હુમલામાં 50નાં મૃત્યું 135 ઘાયલ

બગદાદ (યુએનઆઇ) એશીયા કપમાં પોતાની ફૂટબોલ ટીમની ઐતિહાસીક જીતની ખુશી મનાવી રહેલ ઇરાકીઓને નિશાન બનાવીને કરવામાં આવેલ બે આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં બુધવારે રાજધાની બગદાદમાં 50 લોકોનાં મૃત્યું પામ્યાં હતાં અને અન્ય 135 ઘાયલ થયા હતાં.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર બગદાદના મંસૂર વિસ્તારમાં જીતની ખુશી મનાવી રહેલ સ્થાનીક યુવકોને નિશાન બનાવીને કરવામાં આવેલ કાર બોમ્બ હુમલામાં 30 લોકોનાં મૃત્યું થયા હતાં અને અન્ય 75 ઘાયલ થયા હતાં.

થોડાક વાર બાદ પૂર્વી બગદાદમાં સેનાના ચેક પોઇંટ પર આત્મઘાતી બોમ્બ હુમલામાં 20 નાં મૃત્યું થયા હતાં અને અન્ય 60 ઘાયલ થયા હતાં.

યુધ્ધની વિભિષીકા સહન કરી રહેલ ઇરાકના લોકોને વર્ષો પછી એક ખુશીની ઝલક મળી હતી. એશીયા કપના સેમીફાઇનલમાં ઇરાકે દક્ષીણ કોરીયાને પેંનલ્ટી શૂટ આઉટમાં હરાવીને પહેલી વખત ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ત્યારબાદ આખા દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું.