શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2011 (15:45 IST)

ક્લિંટનના સલાહકારનુ રાજીનામુ

અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનના એક મુખ્ય સહયોગી રાહુલ 'રિચર્ડ' વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.

વર્મા હવે ખાનગી ક્ષેત્રમાં પોતાને સેવાઓ આપશે. ઓબામા સરકર તરફથી ખાનગી ક્ષેત્રમાં પરત ફરનારા વર્મા બીજા ભારતવંશી અમેરિકી અધિકારી છે.

વર્મા લગભગ અઢી વર્ષથી કોંગ્રેસતલ બાબતો પર ક્લિંટનના પ્રધાન સલાહકાર હતા અને તેમણે ઘણા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને મુખ્ય કાર્યવાહીઓમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.