શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગદ્દાફી પસે 143 હજાર કિલો સોનુ

ગદ્દાફીની પત્ની સાફિયા 30 અબજ ડોલરની માલકિન

PTI
લિબિયાના રાષ્ટ્રપ્રમુખ કર્નલ ગદ્દાફીના મોત બાદ તેમની પત્ની સાફિયા પાસે 30 અબજ ડોલરની સંપત્તિ હોવાના અહેવાલ બહાર આવ્યા છે. ગદ્દાફી પાસે 143 હજાર કિલો સોનુ હોવાના પણ અહેવાલ છે. ગદ્દાફીની પત્ની સાફિયા લિનિયામાં એક વિમાની કંપની ચલાવે છે. જેના મારફતે તેમણે આ બધી સંપત્તિ એકત્ર કરી છે.

લીબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી અને તેમને પત્ની વચ્ચે એક જ ફરક હતો. ગદ્દાફી હંમેશા લોંગ લાઈફમાં રહેતા હતા, જ્યારે તેમની પત્ની હંમેશા પડદા પાછળ જ રહેતી હતી. જૂથ પ્રસંગોએ તેઓ જાહેરમાં આવતી હતી. સાફિયાને પણ સોનું એકત્ર કરવાનો શોખ હતો. સાફિયા પાસે 20 હજાર કિલો સોનુ હોવાનો પણ અહેવાલ છે.

ગદ્દાફીનો જન્મ 7 જૂન 1942ના રોજ થયો હતો અને 20 ઓક્ટોબર 2011ના રોજ તેમનુ મોત થયુ હતુ. અરબ સોશિયાલિસ્ટ યૂનિયન તેની પાર્ટી હતી. સાફિયાના ગદ્દાફી સાથે 1971ના રોજ લગ્ન થયા હતા અને તેના આ લગ્ન હજુ સુધી યથાવત હતા. ગદ્દાફીએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેની આખી લાઈફ એક સરમુખત્યાર તરીકે રહી હતી.