શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ગાધી, લિંકન અને મંડેલા મારા હીરો - ઓબામા

આખી દુનિઅયના લાખો લોકો ભલે બરાક ઓબામાને પોતાના પ્રેરણાઅ સ્ત્રોત માનતા હોય, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના રોલ મોડલ મહાત્મા ગાંઘી, અબ્રાહમ લિંકન અને નેલ્સન મંડેલાને માને છે.

કરિશ્માઈ વ્યક્તત્વના માલિક ઓબામાએ આ વાતનો ખુલાસો 'ઈતરતાસ રશિયા ટીવી' મા આપેલ એક ઈંટરવ્યુમાં કર્યો. રાષ્ટ્રપતિ બન્યા પછી રૂસી મીડિયાને ઓબામાએ પહેલીવાર ઈંટરવ્યુ આપ્યો છે.

આ પૂછવા પર કે તેઓ કોને પોતાના હીરો માને છે, ઓબામાએ કહ્યુ - આંતરાષ્ટ્રીય રીતે નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી. મને હંમેશા એ નેતાઓમાં રુચિ રહી છે, જે હિંસાની મદદ લીધા વગર લોકોના વિચાર અને હૃદયમાં પરિવર્તન કરી બદલાવ લાવવામાં સક્ષમ છે.

ઓબામાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના પ્રત્યે પણ પોતાનો પ્રેમ બતાવ્યો. લિંકને ગૃહયુધ્ધના સમયે દેશનુ નેતૃત્વ કર્યુ હતુ.

ઓબામાએ કહ્યુ કે લિંકન એવા રાષ્ટ્રપતિ છે, જેમણે સૌથી વધુ સંમોહક અનુભવુ છુ. ફક્ત એ માટે નહી કે તેઓએ અમેરિકી ઈતિહાસના શક્યત: સૌથી મોટા સંકટ ગૃહયુધ્ધને નિપટાવ્યુ, પરંતુ તેમણે માનવતાની દ્રષ્ટિએ આવુ કર્યુ.

'આઉટલુક' પત્રિકાને ગયા વર્ષે આપેલ ઈંટરવ્યુમાં ઓબામાએ કહ્યુ હતુ કે તેઓ મહાત્મા ગાંધીથી પ્રેરિત છે.