શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2008 (11:43 IST)

ગુમ થયેલ ભારતીયોમાં હિંદુ-મુસ્લીમ પણ

મેલબોર્ન. સિડનીની અંદર વર્લ્ડ યુથ ડે ના અવસરે પોપને જોવા માટે આવેલમાંથી ગુમ થયેલ 39 ભારતીયોમાંથી બધા કેથલિક નહોતા. તેમાંથી ઘણાં હિંદુ અને મુસલમાન પણ હતાં.

ન્યુઝીલેંડ શિખ સોસાયટીના પ્રવક્તા દલજીતસિંહ પોતે આમાંથી થોડાક તીર્થયાત્રીઓનાં સંપર્કમાં આવ્યાં હતાં.

સિંહના જણાવ્યાં અનુસાર આ લોકોનો દાવો હતો કે ઈમિગ્રેશન રૈકેટની અંદર ફસાવવામાં આવેલ છે. આ લોકો પાસેથી ભારતના એક એજંટે હજારો ડોલર ઠગી લઈને વિદેશમાં સ્થાયી નિવાસનો વિશ્વાસ અપાવડાવ્યો હતો.

સિંહના જણાવ્યાં અનુસાર જે બે લોકોની સાથે તેની વાતચીત થઈ હતી તેઓ કૈથલિક નહોતા.

ઈમિગ્રેશન અધિકારીઓ અને ભારતીયોની વચ્ચે એક બેઠક બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. જેથી કરીને તેઓ વિઝા પુર્ણ થાય તે પહેલાં સ્વદેશ પરત ફરી શકે.

આ પ્રવાસીઓની પાસે 5 થી 6 ઓગસ્ટ સુધીના વિઝા હતાં પરંતુ તેમને મંગળવાર સુધી સીડની પહોચવાનું હતું.

માનવામાં આવે તેવું છે કે આ સમારોહ માટે 2200 ભારતીયોને ન્યુઝીલેંડમાં સમય ગાળવા માટે 30 દિવસના વિઝીટર વિઝા આપવામાં આવ્યાં હતાં.