ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: સોમાલિયા , મંગળવાર, 30 માર્ચ 2010 (16:50 IST)

ચાંચિયાઓ દ્વારા 120 ગુજરાતીઓનું અપહરણ

સોમાલિયાના ચાંચિયાઓએ અત્યાર સુધીની સૌથી મોટા અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે. આફ્રિકા તથા દુબઇ-ઇરાક સહિતના દેશોમાં જતાં સૌરાષ્ટ્ર-કચ્છના આઠ નાના માલવાહક જહાજો સહિત 120 નાવિકોનું સોમાલિયાઓના ચાંચિયાઓએ બંદૂકના નાળચે અપહરણ કરી વહાણોના ક્રૂ મેમ્બરોને બંધક બનાવ્યાના સમાચાર મળતાં ગુજરાત વહાણવટાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભય સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ નાવિકો સોમાલિયાથી દુબઇ જઇ રહ્યા હતા. એક અંગ્રેજી ચેનલના જણાવ્યાનુસાર નાવિકોના પરિવારજનોએ સરકારને એમને છોડાવાની અપીલ કરી છે. બંધક બનાવેલા ભારતીય જહાજો સેયચેલ્સની પાસે હોવાના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના નાવિકોએ સોમાલિયાના કિસમાયોમાં છેલ્લી વખત લંગર નાંખ્યુ હતું અને ત્યાંથી જ પોતાના જહાજો પર સામાન પણ રાખવામાં આવ્યો હતો. તટ છોડવાની સાથે જ ચાંચિયાઓએ તેમનું અપહરણ કરી લીધુ હતું. જો કે, અત્યાર સુધી ચાંચિયાઓએ કોઈ પણ જાતની ખંડણીની માંગ કરી નથી.