શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ચાર હજ યાત્રીઓનુ સ્વાઈન ફ્લૂથી મોત

સઉદી અરબના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વર્ષ વાર્ષિક હજ યાત્રા દરમિયાન સ્વાઈન ફ્લૂથી પહેલીવાર મોત જાહેરાત કરી છે. સઉદી અરબ પહોંચ્યા પછી તરત એક ભારતીય સહિત ચાર તીર્થયાત્રીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે કોઈ પણ મૃતકને રસી નહોતી મૂકવામાં આવી અને બધા પહોંચવાના બે ત્રણ દિવસની અંદર જ બીમાર પડી ગયા. ત્રણ મૃતક 75 વર્ષના હતા જે સૂડાન, ભારત, અને મોરક્કોના હતા અને ચોથા 17 વર્ષીય નાઈજીરિયાના નાગરિક હતા.