મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 2 એપ્રિલ 2014 (11:03 IST)

ચિલીમાં ભૂકંપ, 2ના મોત 3 ઘાયલ : સુનામીની ચેતાવણી

P.R
ચિલીના ઉત્તરી અપતટીય ક્ષેત્રમાં 8.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. જેના કારણે સુનામીની આશંકા દેખાતા તટીય વિસ્તારોમાં રહેતા લોકોને ક્ષેત્ર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભૂકંપથી બે લોકોના મોત થઈ ગયા અને ત્રણ અન્ય ઘાયલ થઈ ગયા છે. ભૂકંપના નિકટ પોણો કલાક પછી સુનામીની જોરદાર લહેર આવી છે. તટીય ક્ષેત્રોમાં બે મીટર સુધી ઊંચી સુનામી લહેર જોવા મળી છે.

ભૂકંપથી નિકટના પેરુ અને બોલિવિયામાં પણ ઈમારતો કંપી ગઈ. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.0 બતાવી હતી પણ પછી તેને સંશોધિત કરવામાં આવી.

જેના મુજબ ભૂકંપ ચિલીના ઈક્વિક શહેરના 99 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં વીતેલી રાતના સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગીને 46 મિનિટ પર આવ્યો. આ ક્ષેત્રમાં છેલ્લા બે અઠવાડિયાથી ભૂકંપના અનેક ઝટકા આવી ચૂક્યા છે.

ભૂકંપના કારણે તટીય કિનારામાં વસેલા શહેર પાસે સમુદ્રમાં 2 મીટર ઊંચી લહેરો ઉઠી રહી છે. અધિકારીઓનુ કહેવુ છે કે આનાથી સુનામી પણ આવી શકે છે. સ્થાનીક ટેલીવિઝન પર પ્રસારિત દ્રશ્યોમાં તટોના કિનારે રહેનારા લોકો પોતાના ઘરને છોડતા જોવા મળ્યા.