શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2012 (15:53 IST)

જાણો જાનવરોની સેક્સ લાઈફ વિશે

P.R

પેરિસમાં સેક્સ બીસ્ટસ નામની એક પ્રદર્શની ચાલી રહી છે. જેમા જાનવરોની સેક્સ લાઈફ વિશે બતાવવામાં આવ્યુ છે. સસલાઓના યૌન સંબંધની પ્રક્રિયા એક મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે.
P.R

જાનવરોમાં માદાને સંભોગ માટે આકર્ષિત કરવાનુ કામ નરનું હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે તેથી નર પશુઓ કે પક્ષીઓનુ શરીર ખૂબ રંગદાર હોય છે. આ ફોટામાં બતાડવામાં આવેલ નર મોરની કલગી ખૂબ રંગીન છે. બાર્લ્સ ડારવિન કહે છે કે મોરનો મક્સદ માત્ર માદાને આકર્ષિત કરવાનો હોય છે. પાંખ જેટલી સુંદર હ્શે , સાથીને આકર્ષિત કરવુ એટલુ જ સરળ.

P.R

યૌન સંબંધ બનાવવા માટે નર પશુ પોતાના હરીફ સાથે લડવા પણ તૈયાર રહે છે. તેઓ આ માટે દરેક પ્રકારના હથિયારનો ઉપયોગ કરે છે. જેમા શિંગડાનો પણ સમાવેશ થાય છે. આ લડાઈમાં નર પશુઓએ ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

P.R

સંભોગ પછી કેટલાક જાનવર એ સુનિશ્ચિત કરે છે કે એ માદા સાથે સંબંધ બનાવનારા તેઓ એકલા જ નર હોય. જેવા હૈજહોગ સ્પર્મ, માદાના વજાઈનાની આસપાસ એક કુદરતે ઘેરો હોય છે. આ કારણથી જ અન્ય નર પશુ આ માદા સુધી પહોંચી શકે છે.

P.R

યૌન પ્રક્રિયા દરમિયાન રેડ ફોક્સ માદાની માંસ પેશીઓ સંકોચાય જાય છે અને પેનિસ એક કલાક સુધી હલી નથી શકતુ. આ રીતે બંને એકસાથે રહે છે.
P.R

લગભગ 450 પશુ-પક્ષીઓની પ્રજાતીઓમાં સમલૈગિકતા જોવા મળી છે. એપ વય કે લિંગ જોયા વગર જ સેક્સ લાઈફ બનાવે છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સેક્સ સંબંધોનો તેમના પર ઘણો સારો પ્રભાવ હોય છે અને તેઓ શાંત રહે છે.
P.R

જાનવરોમાં સેક્સને લઈન કેટલાક પ્રચલન એવા છે કે માણસોના સમાજમાં અપરાધ હોય છે, જેવા કે બળજબરીથી યૌન સંબંધ બનાવવા. આ તસ્વીરમાં બતાવેલ સાંપ માદાને એટલા ગૂંગળામણભર્યા વાતાવરણમાં રાખે છે કે તેને મજબૂરીથી સેક્સ કરવો પડે.

P.R

ખૂબ ઓછા પશુ-પક્ષી માત્ર એક સાથી સાથે સંબંધ બનાવનરાઓની શ્રેણીમાં આવે છે. પણ આવુ તેઓ મજબૂરીમાં જ કરે છે.
P.R

પશુઓના સંસારમાં ભેટનું આદાન પ્રદાન સામાન્ય વાત છે. ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ. કેટલક અભ્યાસ એ પણ બતાવે છે કે પશુ પક્ષી એવા સાથી ઈચ્છે છે જે સંપન્ન હોય. જો ખરેખર આવુ છે તો મણસોની આ ટેવ જાનવરોને મળતી આવે છે.
P.R

ધ સેક્સ બીસ્ટસ નામની આ પ્રદર્શની પેરિસમાં 25 ઓગસ્ટ સુધી ચાલશે.