ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જુઓ આગના ગોળા સાથે રમાયેલ અદ્દભૂત રમત

P.R

કોઈ ચિત્રકારે દોરેલા ભાસતા આ ફોટોગ્રાફ ખરેખર તો ઢળતા સુર્યને બેકગ્રાઉન્ડમાં રાખીને કેમેરાની કરામત અને થોડી ટેકનીક વાપરીને લેવામાં આવ્યા છે. સુર્યના સ્થાન સાથે થોડો તાલમેલ બેસાડીને લેવાયેલા આ ફોટોગ્રાફ જાણે કોઈ સુર્યને ઉપાડીને ઉભું હોય, તેને ફૂટબોલની જેમ જમીન પર પછાડી રહ્યું હોય તેવું દ્રશ્ય ઉભું કરે છે.

P.R

આ અદ્દભૂત ફોટોગ્રાફ ખરેખર તો સાઉદી અરેબિયાના કમપ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી મલેક હમાઉદ તુવાઈજરી દ્વારા લેવામાં આવ્યા છે.
P.R

P.R

પોતાની આ અફલાતૂન તસવીરો અંગે મલેકે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના કાસિમ પ્રાંતમાં આવેલા બુરઈદાહ શહેરથી 100 કિમી દુર આવેલા એક રણમાં તેણે આ ફોટોગ્રાફ લીધા હતા. મલેક કહે છે કે આ વિસ્તામાં સુર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે પરંતુ તે સુર્યને એક અલગ જ દ્રષ્ટિકોણથી કેમેરામાં કેદ કરવા ઈચ્છતો હતો.
P.R

P.R


મલેકના આ ફોટોગ્રાફ જણાવે છે કે આપણાથી લાખો માઈલ દુર હોવા છતાં ખરેખર સુર્ય આપણી નજીક છે.

આ તસવીરો જોવી ભલે આનંદદાયક લાગે પરંતુ તેમને ખેંચવામાં મલેકને સારો એવો પરસેવો પણ પાડવો પડ્યો છે. કઈ રીતે ફોટોગ્રાફ લેવા તેના લાંબા પ્લાનિંગ બાદ મલેક આખો દિવસ સુરજ ઢળવાનો અને તેના એક ચોક્કસ સ્થાને આવવાની રાહ જોઈ બેસી રહેતો હતો અને જેવો સુરજ ત્યાં પહોંચે કે તરત જ તે ફોટોગ્રાફી કરી લેતો હતો.

P.R