ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2016 (18:30 IST)

જુની કેબિનેટમાં કોનો કોનો દાવ થઈ ગયો, નાણાં પ્રધાન સૌરભ પટેલને કેન્દ્રમાં સ્થાન મળવાની શક્યતાઓ

નવા કેબિનેટમાં આ લોકોના પત્તા કપાયા છે. આનંદીબેનના મંત્રીમંડળમાં 23 સભ્યો હતા, જેમાંથી વિજય રૂપાણીની કેબિનેટમાં 9ને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે 14 નામને યથાવત રાખવામાં આવ્યા છે.  જેમાં જોઈએ તો સૌરભ પટેલ- ઉર્જા મંત્રી, નાણામંત્રી ,છત્રસિંહ મોરી, ધારાસભ્ય જંબુસર, ખાદ્યાન્ન અને નાગરિક પૂર્વઠા મંત્રી,રજની પટેલ ગૃહમંત્રી, કાંતિ ગામીત- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી,ગોવિંદ પટેલ,રમણલાલ વોરા – સામાજિકત અધિકારીતા મંત્રી,મંગુભાઈ પટેલ- વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી,તારાચંદ છેડા,વસુબેન ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીનું પદ કપાયું છે. સુત્રો એવું કહે છે કે નાણાં પ્રધાન સૌરભ પટેલ પણ કેબિનેટમાં ગુડવિલ ધરાવતાં હતાં પણ તેમને કાપીને હવે કેન્દ્રમાં બેસાડવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમનું પદ કપાયું હશે એનો મતલબ એવો છે કે નરેન્દ્ર મોદી તેમને પોતાની પાસે રાખવા માંગતાં હશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં તેમણે સારી કામગીરી બજાવી હતી.