ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2013 (11:05 IST)

ટાઈમના 'પર્સન ઓફ ધ ઈયર' ટાઈટલમાં માઈલી સાયરસે મોદીને પાછળ છોડ્યા

P.R
:

બીજેપીના પીએમ પદના કેંડિડેટ અને ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીના સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભલે લાખો ફેંસ હોય પણ ટાઈમ મેગેઝીનના 'પર્સન ઓફ ધ ઈયર' ટાઈટલ માટે થઈ રહેલ ઓનલાઈન વોટિંગમાં આ કામ નથી આવી રહ્યા. નરેન્દ્ર મોદી આ ટાઈટલની રેસમાં ત્રીજા નંબર પર સરકી ગયા છે. 'પર્સન ઓફ ધ ઈયર' માતે થઈ રહેલ ઓનલાઈન વોટિંગમાં અમેરિકા પોપ સિંગર માઈલી સાયરસ ટોપ પર અને સ્નોડેન બીજા નંબર પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે ટાઇમ મેગેઝિનની આ લિસ્ટમાં નરેન્દ્ર મોદી એક માત્ર ભારતીય છે.

27 નવેમ્બર સુધીનાં પોલમાં માઇલી સાયરસ 29 ટકા વોટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે અડવર્ડ સ્નોડેન 15.4 ટકા વોટ સાથે બીજા સ્થાને છે. નરેન્દ્ર મોદી 12.6 ટકા વોટ સાથે ત્રીજા નંબરે છે. ચોથા નંબરે સીરિયાનાં રાષ્ટ્રપતિ બસર અલ અસદ અને પાંચમાં નંબરે 7.3 ટકા વોટ સાથે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન છે.

ટાઇમ પર્સન ઑફ ધ યર માટે ઑનલાઇન વોટિંગ 4 ડિસેમ્બર સુધી યથાવત્ રહશે. અને 6 ડિસેમ્બરે વિજેતાનાં નામની પસંદગી કરવામાં આવશે. ટાઇમનાં સંપાદક પર્સન ઑફ ધ યર ની જાહેરાત 11 ડિસેમ્બરે કરશે.