શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: તાઈપેઈ , બુધવાર, 31 ડિસેમ્બર 2008 (12:26 IST)

તાઈવાન આપશે તિબેટીયનોને શરણ!

તાઈવાને તિબેટમાં ચીનની દમનકારી કાર્યવાહીથી ભાગીને આવેલા 110 તિબેટીયનોને શરણ આપવાનો નિર્ણય કર્યો છે. તેમના વીઝા પૂર્ણ થઈ ગયા છે અથવા પાસપોર્ટ ગાયબ થઈ ગયા છે.

તાઈવાનનાં મંગોલિયન અને તિબેટીયન બાબતોનાં મંત્રાલયનાં અધિકારી ચિયાન શિઈંગનાં જણાવ્યા મુજબ તિબ્બતી મૂળનાં ભારત અને નેપાળનાં પૂર્વ નાગરિક તથા ચીનથી આવેલા શરણાર્થી ત્થા તેના બાળકોને કાયદાકીય રીતે સુવિદ્યા આપતાં અનિશ્ચિતકાળ સુધી રહેવાની છુટ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે 2001માં એશિયન દેશોમાંથી બહાર પડાયેલા કાર્ય, પર્યટન અથવા ધાર્મિક યાત્રાનાં વીઝા પર તાઈવાન આવ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનો વીઝા ખોવાઈ ગયો હતો.