બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: જ્હોનિસબર્ગ , રવિવાર, 24 મે 2009 (15:01 IST)

દ. આફ્રિકામાં છવાયો બોલીવુડ જાદુ

પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકામાં આજકાલ આઇપીએલ અને એમાં પણ બોલીવુડના સિતારાઓનો જાદુ માથે ચડ્યો છે.

આઇપીએલમાં પોતાની ટીમના માલિક કે બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં પહોંચેલા શાહરૂખખાન પ્રિતી જિંટા શિલ્પા શેટ્ટી અને કેટરીના કૈફ જેવા સિતારાઓની એક ઝલક મેળવવા માટે તેમના દક્ષિણ આફ્રિકાના પ્રશંસકો આ દિવસોમાં મતવાલા બન્યા છે.

એવી જ એક પ્રશંસક અને દક્ષિણ આફ્રિકન પ્રેસ એસોસિએશનની પત્રકાર નતાસા મરિયને કહ્યું કે, હું શાહરૂખ ખાન,આમિર, જ્હોનની ફેન છું. મને ઐશ્વર્યા અને પ્રિયંકા પણ પસંદ છે.