શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: યરૂશલમ , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (16:48 IST)

દક્ષિણ ઇઝરાઇલમાં રોકેટ હુમલો

હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં ઉગ્રવાદીઓએ આજે દક્ષિણ ઇઝરાઇલમાં રોકેટ હુમલો કર્યો હતો. ઇઝરાઇલી સેનાએ જણાવ્યું કે, અશકેલોન શહેર નજીક આ રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી. ગાઝામાં 22 દિવસો સુધી ચાલેલી ઇઝરાઇલી કાર્યવાહી બાદ 18મી જાન્યુઆરીએ સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી હતી.

ગાઝામાં એક માનવિધિકાર સંગઠન અનુસાર ઇઝરાઇલી કાર્યવાહીમાં 700 નાગરિકો સહિત 300 ફલીસ્તીની માર્યા ગયા હતા. હમાસના આ રોકેટ હુમલામાં 13 ઇઝરાઇલી, 10 સૈનિકો અને ત્રણ નાગરિકો માર્યા ગયા હતા.