ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દુનિયા કી સેર કર લો. એરાઉંડ ધ વર્લ્ડ ઈન 4.5 મિનિટ !! (જુઓ વીડિયો)

P.R
યુટ્યૂબ પર હાલના દિવસોમાં ધૂમ મચાવી રહેલા ચાર મિનિટ અને 50 સેકન્ડના આ વીડિયોમાં આખી દુનિયાના પ્રખ્યાત અને નયનરમ્ય સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. કેન લામ નામના મૂળ તો ફોટોગ્રાફરે આખું વર્ષ દુનિયામાં ફરીને આ સ્થળોની મુલાકાત લઈ તેમની ફોટોગ્રાફી કરી હતી

ટાઈમ ઈઝ નથિંગ નામ ધરાવતી આ ફિલ્મને 343 દિવસોમાં દુનિયાના 17 દેશોમાં ફરીને કરવામાં આવેલી ફોટોગ્રાફી બાદ તમામ ફોટોગ્રાફને એકઠા કરીને આ અદ્દભૂત ફિલ્મ બનાવવામાં આવી હતી.

ફોટોગ્રાફર લામે આ ફોટોગ્રાફી કરવા માટે સિંગલ ડિઝિટલ કેમેરા વીથ ઈન્ટરચેન્જેબલ લેન્સનો ઉપયોગ કર્યો હતો અને તેણે અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન, મોરોક્કો, ઈજિપ્ત, તૂર્કી, જોર્ડન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, આર્જેન્ટિના, ઉરૂગ્વે, ચીલી, બોલિવિયા અને પેરૂ એમ કુલ 17 દેશોમાં કુલ 25000 માઈલની મુસાફરી કરી હતી.

આ અંગે લામે જણાવ્યુ હતુ કે ગયા વર્ષે મેં મારી નોકરી છોડી ત્યારે કંઈક હટ કે કરવાના ખ્વાબ સાથે મેં મારી બેગ પેક કરી, કેમેરા લીધો અને લંડનની વન વે ટિકિટ લઈને નીકળી પડ્યો હતો.