ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 21 જુલાઈ 2016 (15:13 IST)

દુનિયાની સૌથી મોટી વેબસાઈટ Kickass Torrent બંધ

દુનિયાની સૌથી મોટી ટોરેંટ વેબસાઈટ Kickass Torrentના કથિત ફાઉંડરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. જે સાથે જ આ વેબસાઈટને પણ ઓફલાઈન કરવામાં આવી છે. મતલબ હાલ આ વેબસાઈટને યૂઝર્સ ખોલી નહી શકે. 
 
બે જુદા જુદા ક્રિમિનલ કેસ 
 
યૂક્રેનના રહેનારા 30 વર્ષના એર્ટેમ વાઉલિનના અમેરિકાના કહેવા પર પોલેંડથી ધરપકડ કરવામાં આવી છે. આ ટોરેંટ વેબસાઈટના કથિત ફાઉંટ એર્ટેમ પર બે જુદા જુદા ક્રિમિનલ કેસ કરવામાં આવ્યા છે. તેમા કોપીરાઈટ ઉલ્લંઘન, ક્રિમિનલ કૉપીરાઈટનુ ઉલ્લંઘનનું ષડયંત્ર અને મની લૉંડ્રિંગના મામલામાં સમાવેશ છે. 
 
2008માં થઈ હતી શરૂઆત 
 
એવુ કહેવાય છે કે ધરપકડ પામેલ એર્ટેમ વાઉલિન જ આ ટોરેંટ વેબસાઈટનો ફાઉંડર છે. તેને આ વેબસાઈટ 2008માં શરૂ કરી હતી. આ ટોરેંટ વેબસાઈટનુ સર્વસ શિકાગોમાં તેથી તેની ધરપકડ અમેરિકાએ કરી છે. હાલ KATના સ્ટેટસ પેજ પર કોઈ નોટિસ નથી.  પણ ટૂંક સમયમાં જ તેનુ અપડેટ રજુ કરવામાં આવશે. 
 
ટોરેંટ સમુહને ઝટકો 
 
આ ટોરેંટ સમુહ માટે એક મોટો ઝટકો છે. કારણ કે કૈટ એક એવી વેબસાઈટ છેજે સૌથી વધુ ફેમસ છે.  ક્રિમિનલ કેસ મુજબ કૈટાઅવી 69મીએ વેબસાઈટ છે જે સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે અને આ એક મહિનામાં 50 લાખથી વધુ યૂનિક હિટ પ્રાપ્ત કરે છે.  આ સાઈટ પર જોવા મળતી કૉપીરાઈટ સામગ્રી $1 અરબ મૂલ્યની છે.