શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 27 જૂન 2012 (12:24 IST)

દુનિયાનું સૌથી મોટુ મેકડોનાલ્ડ રેસ્ટોરાં લંડનમાં.. જુઓ તસ્વીરો

P.R

બ્રિટનની રાજધાની લંડનમાં આવતા મહિને ઓલમ્પિક શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે શહેરે દુનિયાભરના એથલેટ્સને આવકારવા ઉપરાંત ઓલમ્પિક જોવા ઉમટનારા પ્રેક્ષકોના મનમાં પણ એક અમિટ છાપ ઉભી કરવાની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે.
P.R

P.R

આવી જ તૈયારીના ભાગ રૂપે લંડનમાં બનેલા ઓલ્મ્પિક પાર્કની વચ્ચોવચ વિશ્વવિખ્યાત રેસ્ટોરાં ચેઈન મેકડોનાલ્ડે પોતાની સૌથી મોટી રેસ્ટોરાં ખોલી છે. ઓલમ્પિકમાં ઈવેન્ટ્સ દરમિયાન વચ્ચે પડતા બ્રેક વખતે સમગ્ર દુનિયામાંથી આવેલા પ્રેક્ષકો આ રેસ્ટોરાંમાં આવીને પોતાનું પેટ ભરી શકશે.
P.R

P.R

દુનિયાની સૌથી મોટી મેકડોનાલ્ડ એક કલાકમાં 1200 ગ્રાહકોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત બે માળની આ વિશાળ રેસ્ટોરાં સમગ્ર ઓલમ્પિક દરમિયાન 30 લાખ ફાસ્ટફૂડ આઈટમ્સ વેચવાની તૈયારી સાથે બનાવાઈ છે.
P.R


P.R

ઓલમ્પિક સ્ટેડિયમની બાજુમાં જ 30000 સ્કવેર ફૂટમાં બનેલી આ મેકડોનાલ્ડ હાલની મોસ્કોમાં આવેલી દુનિયાની સૌથી મોટી મેકડોનાલ્ડ કરતા પણ મોટી છે.
P.R

જોકે, પેરાલમ્પિક્સની સમાપન વિધિ બાદ એટલે કે 9 સપ્ટેમ્બરે આ રેસ્ટોરાંને તોડી નાખવામાં આવશે અને ત્યારબાદ મોસ્કોની મેકડોનાલ્ડને પોતાનું બિરૂદ્દ પાછું મળી જશે. હાલમાં જ દુનિયાની આ સૌથી મોટી મેકડોનાલ્ડનું મીડિયા ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. આ રેસ્ટોરાંમાં 20 ટીલ પોઈન્ટ્સ બનાવાયા છે તેમજ 1500 જેટલી સીટ્સ રાખવામાં આવી છે.