બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By નઇ દુનિયા|
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2008 (11:34 IST)

નાના બાળકો માટે નાનકડી કાર

વોશિંગટન. શારીરિક રૂપથી કમજોર બાળકોને માટે વૈજ્ઞાનિકોએ એક એવી ગાડી તૈયાર કરી છે જે તેમણે મનોરંજનના સાધનો પૂરા પાડવાની સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરશે.

ડેલાવેયર યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ ગાડીને તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય ઓછી ઉંમરના કમજોર બાળકોની મદદ કરવાની છે, જેથી તેમનો વિકાસ પણ યોગ્ય રીતે થઈ શકે.

શોધકર્તાઓએ આ બંપર કાર અને રોબોટનું મિશ્રિત રૂપ આપ્યુ છે. તેમા લાગેલા જોયસ્ટિકના મદદથી છ મહિનાનું બાળક પણ આને ચલાવી શકે છે.

ફિજિકલ થેરેપીના પ્રોફેસર કોલ ગૈલોવે કહે છે કે એક છ મહિનાની બાળકીને જ્યારે આ ગાડી પર બેસાડવામાં આવી તો તેણે ધીરે ધીરે અહીં તહી હાથ મારીને પોતે જ આને ચલાવતા શીખી લીધી. ગાડીમાં લાગેલા જોયસ્ટિક પર જ્યારે તેનો હાથ ગયો તો તે ચાલવા માંડી. હવે તેને સમજાઈ ગયુ કે જોયસ્ટિકનો મતલબ છે 'ગો'.

તેઓ કહે છે કે બાળકોને કોઈ પણ જાતનું નુકશાન ન થાય તે માટે રોબોટ જાતે જ તેને નિયંત્રણમાં રાખતો જાય છે.

બ્રિટેનના શોધકર્તા ધણા સમયથી બાળકોને માટે આવુ જ કશુ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. અને છેવટે આ ગાડી તૈયાર થઈ ગઈ છે. કોવેલ કહે છે કે સામાન્ય રીતે ચારથી પાઁચ વર્ષના બાળકો આ પ્રકારની કોઈ પણ ગાડીને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી હોતા, પણ આ ગાડીને છ મહિનાનું બાળક પણ ચલાવી શકે છે.