શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાઠમાંડુ , રવિવાર, 16 નવેમ્બર 2008 (22:02 IST)

નેપાળમાં રાજાઓની પ્રતિમા હટાવાઈ

240 વર્ષ જુની રાજાશાહીને હટાવી દીધા બાદ માઓવાદી સરકારે દેશમાં આવેલી રાજાઓની પ્રતિમાઓને હટાવી દેવામાં આવી છે.

ગૃહમંત્રી બામ દેવ ગૌતમ જણાવ્યું હતું કે અમે રાજાશાહીની બધી જ નિશાનીઓ હટાવી દેવા માંગીએ છીએ. તેમજ તેમને મ્યુઝીયમમાં મુકી દેવામાં આવશે. રાજા બિરેન્દ્ર, તેમના પિતા મહેન્દ્ર, દાદા ત્રિભુવન અને શાહ રાજાશાહીનાં સ્થાપક પૃથ્વી નારાયણ શાહની પ્રતિમાઓ ઘણી જગ્યાએ આવેલી છે. કેટલીકને જનતાએ રાજાશાહીનાં વિરોધ દરમિયાન તોડી પાડી હતી.

ગૌતમે તાજેતરમાં એક બગીચાનું નામ બદલીને રત્ના પાર્ક આપ્યું હતું. જે પહેલાં રાજાનાં વંશજનાં પર હતું. ગત ઓગસ્ટમાં સત્તા પર આવેલા માઓવાદીઓ એક પછી એક રાજાશાહીની બધી જ નિશાનીઓ દૂર કરી રહ્યાં છે.