મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2011 (11:52 IST)

નેપાળી માઓવાદીઓમાં એક મહિલ સહિત છ ભારતીય

ભારતીય અને નેપાળી માઓવાદીઓ વચ્ચે તાર જોડાયેલા હોવાની ખબરો તો હંમેશા મળતી રહી છે, પણ આના કોઇ પૂરાવા મળ્યા નહોતા. હાલમાં જ એક ચૌંકાવનારું સત્ય સામે આવ્યું છે. નેપાળી માઓવાદીઓની પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ) માં મહિલા સહીત છ ભારતીયોની ઓળખ કરવામાં આવી છે.

આવું ત્યારે જાણવા મળ્યું, જ્યારે અહીંના સંયુક્ત રાષ્રી સય કાર્યાલયે માઓવાદીઓના ઓળખની તપાસ કરી હતી. નેપાળી દૈનિક કાઠમાંડૂ પોસ્ટની ખબર અનુસાર, યૂનાઇટેડ નેશન્સ મિશન ઇન નેપાળ (યૂ.એન.એમ.ઇ.એન) એ વર્ષ 2007 માં જે 19 હજાર 602 માઓવાદીઓની ઓળખ કરી હતી, આ છ ભારતીય એમનામાંથી જ હતાં. આમા ચારની અસલી ઓળખ ત્યારે ઉજાગર થઇ જ્યારે, માઓવાદીઓનું નવું ગ્રુપ બનાવવામાં આવ્યું. બે ની ઓળખ ઇલમ જિલ્લામાં પહેલા ડિવીઝનમાં કરવામાં આવી. આ છ માંથી ચાર તો પાછલા મહીને ચિતવન સ્થિત માઓવાદીઓના ત્રીજા ડિવીઝન મુખ્યાલયમાં સર્વે ફોર્મ પણ ભરી ચૂકયાં હતાં.

આમાંથી બે ની ઓળખ બિહારના મોતિહારી નિવાસી પન્નાલાલ કુમાર ચૌધરી, અને ભોલા ચૌધરીના રૂપમાં થઇ છે. મહિલા સૈનિક ચંદા લિંબુ તથા અમર સુબ્બા, કે જેઓ સિક્કિમ અને પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ નિવાસી છે. પન્નાલાલ અને ભોલા મે 2005માં માઓવાદી સેનામાં શામેલ થયા હતાં. એમણે સેક્શન વાઇસ કમાંડરની જવાબદારી આપવામાં આવી છે. ચંદા પણ વર્ષ 2005માં જ માઓવાદી સેનામાં શામેલ થઇ હતી. સુબ્બા કંપની કમાંડર છે. એ વર્ષ 2004માં માઓવાદી સેનામાં શામેલ થયો હતો.