મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પરમાણું કરાર પર ભારતને લીલી ઝંડી

તેહરાન. ભારતને અમેરિકાની સાથે થયેલ અસૈનિક પરમાણું કરાર પર નારાજગી વ્યક્ત કરી રહેલા દેશો પાસેથી સકારાત્મક જવાબ મળ્યો છે. જેઓ આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજંસી અને પરમાણું આપૂર્તિકર્તા સમુહ એનએસજીના સભ્ય છે.

ભારતે કરાર પર આઈએઈએની સાથે થયેલ સુરક્ષા માનક સમજુતિ વિશે આ દેશોને જાણકારી આપી હતી. શુક્રવારે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીને વિચારવા માટે કહ્યું છે.

વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ ગઈ કાલે સાંજે અલ્જીરિયાના મંત્રી સાથે મુલાકાત કરી હતી. અલ્જીરિયા આઈએઈના 35 સભ્ય બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. સોમવારે વિદેશ મંત્રી આ બેઠકમાં ભાગ લેવા માટે અહીંયા આવી પહોચ્યાં હતાં.