શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગટન , ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2011 (10:20 IST)

પશ્ચિમી દેશ ચિંતા ન કરે - અલબરદેઈ

PTI

મિસ્રના મુખ્ય વિપક્ષી નેતા બનીને ઉભરેલા નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ અલબરદેઈએ પશ્ચિમી દેશોની એ ચિંતાને શાંત કરવાની કોશિશ કરી છે કે મુબારક પછીનુ મિસ્ર, ઈઝરાયેલ અન અમેરિકાનુ વિરોધી બની શકે છે.

અલબરદેઈએ કહ્યુ કે આ પ્રચાર કે મિસ્ર લોકતંત્રમાં બદલાયા પછી અમેરિકા અને ઈઝરાયેલનુ વિરોધી થઈ જશે, આ ફક્ત પ્રચાર અને કલ્પના માત્ર છે.

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નજર સંસ્થાનુ સારુ પ્રબંધન કરનારા અલબરદેઈને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિસ્રમાં રાષ્ટ્રપતિ હુસ્ની મુબારક વિરુદ્ધ કાહિરામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા પછી તે સ્વદેશ પરત આવ્યા હતા.

વિશ્વભરમાં જાણીતા પરંતુ મિસ્રમાં ઓછા ચર્ચિત રહેલ વરિષ્ઠ રાજનાયક અલબરદેઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શનોમાં મુખ્ય વિપક્ષી નેતાના રૂપમાં પ્રચલિત થયા છે. આ પ્રદર્શનોમાં ઘણા લોકો માર્યા ગયા છે.

અલબરદેઈએ ઉપ્ર રાષ્ટ્રપતિ ઉમર સુલેઈમાનની વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવ્યો અને જોર અપયો કે મુબારક ગાદી ત્યાગી દે. તેમણે કહ્યુ કે જ્યા સુધી મુબારક સત્તા પર છે ત્યાં સુધી હુ કોઈ વાતચીત નહી કરુ. જે પણ તમે કરશો એ તેમની સરકારને યોગ્ય ઠેરવશે, જે મારા નજરથી તેઓ ગુમાવી ચુક્યા છે.