શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 11 જુલાઈ 2009 (12:43 IST)

પાક આંતકવાદને ખતમ કરે !

PIB

વડાપ્રધાન મનમોહનસિંઘે આજે સવારે જણાવ્યું હતું કે આતંકવાદનો માર્ગ છોડી દેવા પાકિસ્તાન ઊપર જોરદાર દબાણ લાવવા જી-8 અને જી-5ના વર્ચસ્વ ધરાવતા દેશોએ તેઓએ અપીલ કરી છે. વિમાનમાં વાત કરતા મનમોહનસિંઘે આ મુજબની વાત કરી હતી. ભારત સાથે મિત્રતા પસંદ કરવા પાકિસ્તાન પર દબાણ લાવવા વિશ્વના દેશોને કહેવામાં આવ્યું છે.

સિંઘે આશા વ્યકત કરી હતી કે ઇજિપ્તમાં આગામી સપ્તાહમાં વડાપ્રધાન યુસૂફ રઝા ગિલાની સાથે તેમની બેઠકના સારા પરિણામ મળશે. મુંબઇમાં ભીષણ આતંકવાદી હુમલાના આકાઓને સજા કરવા પાકિસ્તાન આગળ આવશે અને તેની જમીન પરથી સક્રિય ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવા નક્કર પગલાં લેશે.

પાકિસ્તાની ભૂમિથી સક્રિય આતંકવાદીઓ ભારતમાં હુમલાઓ કરી રહ્યા છે. ઇટાલીની ચાર દિવસની યાત્રા બાદ મનમોહનસિંઘ નવી દિલ્હી પરત ફર્યા છે. ઇટાલીમાં તેઓએ જી-8 અને જી-5ના નેતાઓની શીખર બેઠકમાં હાજરી આપી હતી. સ્વદેશ પરત ફરતી વેળા તેમના ખાસ વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા મનમોહનસિંઘે આ મુજબની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે તેઓએ ઔદ્યોગિક અને ઉભરતા અર્થતંત્રના નેતાઓ સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાની જમીનથી સક્રિય ત્રાસવાદીઓના મુદ્દે વાત કરી છે. આતંકવાદની સમસ્યાનો મુદ્દો સીધી રીતે ઊઠાવ્યો છે. જી-8 અને જી-5ના મંચ ઉપર જયારે પણ વાત થઇ છે ત્યારે ભારતના વલણની પ્રસંશા થઇ છે.