શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પાક. આઈએસઆઈ પ્રમુખ નહિ મોકલે

મુંબઈમાં હુમલાઓની તપાસના સંબંધમાં પાકિસ્તાને આઈએસઆઈ પ્રમુખને ભારત મોકલવાના મુદ્દા પર પલ્ટી ખાતા હવે અનેક સ્થળે પકિસ્તાની ગુપ્ત એજંસીના પ્રતિનિધિઓને મોકલવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને સેનાના પ્રમુખ જનરલ અશ્ફાક પરવેઝ કિયાની વચ્ચે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર થયેલી બેઠકમાં સ્થાનીક સમયાનુસાર વહેલી સવારે દોઢ વાગ્યે પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી આવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈ પર આતંકી હુમલાઓની તપાસના સંબંધે આઈએસઆઈના મહાનિદેશક લિફ્ટેનેંટ જનરલ શુજા પાશાની જગ્યાએ આઈએસઆઈના પ્રતિનિધિને ભારત મોકલવામાં આવશે.