શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિગ્ટન , સોમવાર, 30 માર્ચ 2009 (14:17 IST)

પાકિસ્તાન જવાબદારી નક્કી કરે-ઓબામા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાકિસ્તાનને આતંકવાદને પરાસ્ત કરવા હરસંભવ મદદ કરવા તૈયાર છે. પણ તેના માટે તેણે પરિણામલક્ષી બનવું પડશે.

ઓબામાએ અફઘાનિસ્તાન અંગે પોતાની નીતિ અંગે પત્રકારોને જણાવ્યું હતું કે આતંકવાદનાં કેસમાં પાકિસ્તાનને પોતાની જવાબદારી નક્કી કરવી પડશે. જો આતંકવાદીઓ પાકિસ્તાનની સીમામાં હોવાના સમાચાર મળશે. તો પાકિસ્તાની અધિકારીઓની મદદ લઈને પછી તેનો પીછો કરવામાં આવશે.

ઓબામાએ જણાવ્યું હતું કે અમારૂ લક્ષ્ય અલકાયદા પર કેન્દ્રીત છે. અમે તેનું નેટવર્ક તોડી પાડવા માંગીએ છીએ. તેમજ અમારૂ લક્ષ્ય કોઈપણ કિંમત પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બનેલ આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવાની છે.

તેમણે ઉમેર્યું હતું કે તેના માટે પાકિસ્તાને પણ સહયોગ આપ્યો હતો. અમેરિકા જે મદદ આપી રહ્યું છે. તેના બદલે પાકિસ્તાને પોતાની રીતે તે મદદનાં બદલામાં અમેરિકાને મદદ કરવી જોઈએ.