શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , મંગળવાર, 7 એપ્રિલ 2009 (17:32 IST)

"પાકિસ્તાનનું આયુષ્ય ફક્ત 6 મહિના"

વધી રહેલાં આતંકવાદને કારણે પાકિસ્તાન આગામી છ મહિનામાં વેરવિખેર થઈ શકે છે. આ આશંકા ગેરીલ્લા યુદ્ધનાં વિશેષજ્ઞે કરી છે. જે અમેરિકાનાં જનરલ ડેવિડ પેટ્રાસનાં પૂર્વ સલાહકાર ડેવિડ કિલકુલેને વ્યક્ત કરી છે.

ગયા સપ્તાહે પેટ્રાસે કહ્યું હતું કે વધી રહેલાં આતંકવાદને કારણે પાકિસ્તાન નિષ્ફળ દેશ બની રહ્યો છે. જે અલ કાયદા અને પરમાણુ હથિયારોનો ગઢ છે. કિલકુલેનનું વક્તવ્ય એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધી ગયા છે. અને, પાકિસ્તાન અને વોશિગ્ટનમાં કેટલાંક વિશ્વેષકે ભવિષ્યવાણી કરીને પાકિસ્તાનની સમયસીમા નક્કી કરવા લાગ્યા છે.

ન્યુયોર્ક ટાઈમ્સે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નીતિની સફળતા અંગે સંદેહ વ્યક્ત કર્યો છે. આતંકવાદનો સામનો કરી રહેલાં પાકિસ્તાની હજી પણ ભારતને નંબર એક દુશ્મન ગણે છે. આ અખબારનાં જણાવ્યા મુજબ પાકિસ્તાનની સરકારે અમેરિકી ધનને કારણે અમેરિકી નીતિનું સ્વાગત કર્યું છે.

અખબારનાં જણાવ્યા મુજબ ઓબામા ભલે પાકિસ્તાની લોકોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન કરે,પણ હકીકત એ છે કે પાકિસ્તાની લોકો અમેરિકા તરફી નથી.

તેમજ અખબારમાં જણાવ્યું છે કે સેના પ્રમુખ અશફાક પરવેઝ કિયાની અને રાષ્ટ્રપતિ ઝરદારી ભલે અમેરિકાની નીતિ સાથે સહમત હોય, પણ તેમની સેના માટે ભારત જ પ્રાથમિકતા છે. તેમને આતંકવાદથી વાંધો નથી.