મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Updated :ઈસ્લામાબાદ , શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (12:59 IST)

પાકિસ્તાનમાં પોલીસ પર હુમલોઃ11નાં મોત

પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમનાં અશાંત એવા વિસ્તારમાં પોલીસની બસ પર કરવામાં આવેલા બોમ્બથી હુમલામાં 9 પોલીસનાં જવાનો સહિત 11 નાગરિકોનું મૃત્યુ પામ્યાં છે.

પોલીસનાં જણાવ્યામુજબ સુબા એ સરહદમાં અફઘાનિસ્તાનની સીમા જોડાયેલા બાનુ ગામ નજીક પોલીસની વાહન પેટ્રોલીંગમાં જઈ રહી હતી. ત્યારે પોલીસનાં વાહન પર ઘાત લગાવીને બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

જિલ્લાનાં પોલીસ અધિક્ષક મસૂદ અફરીદીએ જણાવ્યું હતું કે કેદીઓને લઈને જઈ રહેલી બસ પર ત્યારે હુમલો કરવામાં આવ્યો, જ્યારે બસ પુલ પરથી પસાર થઈ રહી હતી. બસ પુલ પાસે પહોચી, ત્યારે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 9 પોલીસનાં જવાનો સહિત 11 નાગરિકોનાં મોત થયાં હતાં. જ્યારે 12 લોકો ઘાયલ થયાં હતાં. આ વિસ્ફોટ રીમોટ કંટ્રોલ થી કરવામાં આવ્યો હતો.