ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઈસ્લામાબાદ , બુધવાર, 30 જાન્યુઆરી 2008 (15:31 IST)

પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પ્રદર્શીત થશે

વર્ષ 1965માં ભારત-પાક વચ્ચે યુદ્ધ છેડાતા ભારતીય ફિલ્મો પ્રદર્શીત કરવા પર પ્રતિબંધ લદાયો હતો

ઈસ્લામાબાદ(વાર્તા) વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે છેડાયેલા યુદ્ધ દરમિયાન પાક.માં ભારતીય ફિલ્મો પ્રદર્શીત કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હટાવવા માટે પાકિસ્તાન સંસદીય બોર્ડની એક સમિતીએ સરકાર સમક્ષ ભલામણ કરી હતી, જેને જોતાં 40 વર્ષના વિરામ બાદ દેશના થીયેટરોમાં બોલીવુડની ફિલ્મો પ્રદર્શીત થાય તેવી સંભાવના છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, પાકિસ્તાન સરકારે લગભગ 40 વર્ષથી ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં પ્રદર્શીત કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. 1965માં ભારત-પાક વચ્ચે છેડાયેલા યુદ્ધ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારના આ નિર્ણયમાં સુધારો કરવાના સુચન સાથે દેશની સંસદીય સમિતીએ ભારતીય ફિલ્મો પ્રર્દશીત કરવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની ભલામણ કરી હતી. સમિતીના અધ્યક્ષે પત્રકારોને જણાવ્યુ હતુ કે, બોલીવુડ ફિલ્મો પરનો પ્રતિબંધ વ્યવહારીક રૂપે યોગ્ય નથી કારણ કે, દેશના લોકો કેબલ ટીવી, સીડી તથા ડીવીડીના માધ્યમથી ઘરોમાં જ ફિલ્મો જોઈ લે છે.

વર્ષ 2006માં રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે પાકિસ્તાની અભીનેત્રીની 'તાજમહલ' સહિત કુલ ત્રણ ભારતીય ફિલ્મો પ્રદર્શીત કરવાની વિશેષ અનુમતી આપી હતી. સંસદીય બોર્ડની ભલામણ બાદ ટુંક સમયમાં જ પાકિસ્તાનના સિનેમાઘરોમાં ભારતીય ફિલ્મો જોવા મળે તેવી સંભાવના છે.