ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (16:57 IST)

પાકિસ્તાની મિત્રની માતાએ મને દાળ બનાવતા શીખવાડી - ઓબામા

P.R
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત અને પાકિસ્તાનના સામાન્ય પરિવારનું વ્યંજન દાળ અને ખીમો સારી રીતે બનાવતા જાણે છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફની સાથે મુલાકાત દરમિયાન ઓબામાએ કહ્યુ કે 1980ના દસકામાં તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યા તેમના પાકિસ્તાની મિત્રોની માતાએ તેમને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યુ હતુ. એ સમયે તેઓ કોલેજમાં હતા.

ઓબામાએ એવુ કહ્યા બાદ શરીફે તેમને અને તેમની પત્ની મિશેલ ઓબામાને પાકિસ્તાન આવીને આ પકવાનોનો આનંદ લેવાનું આમંત્રણ આપ્યુ.

અમેરિકી રાષ્ટ્રપતિએ સંવાદદાતાઓને કહ્યુ, 'મે તેમણે (શરીફને) જણાવ્યુ કે 1980ના દસકામાં પાકિસ્તાન ગયો હતો એ સમયે હુ યુવા હતો. કોલેજમાં મારા બે પાકિસ્તાની મિત્રો હતા, જેમની માતાએ મને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યુ. આ ખૂબ જ સ્વાદિષ્ટ પાકિસ્તાની પકવાન છે.'