શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પાણીમાં ડૂબેલા વૃક્ષો કાર્બનનો ભંડાર

જંગલોમાંથી તૂટીને પડી જતા વૃક્ષોની સરખામણીમાં પાણીમાં ડૂબેલા વૃક્ષોમાં લાખો વર્ષ સુધી કાર્બન જળવાય રહે છે.

અમેરિકાના મિસોરી વિશ્વવિદ્યાલયની ટ્રી રીંગ લેબોરેટરીના શોધકર્તાઓનુ કહેવુ છે કે પાણી કાર્બનને વૃક્ષમાંથી નીકળીને વાતાવરણમાં જતા રોકી દે છે.

કોલેજ ઓફ એગ્રીકલ્ચર ફૂડ એંડ નેચરલ રિસોર્સેજમાં સ્કૂલ ઓફ નેચરલ રિસોર્સેજના વન વિભાગમાં પ્રયોગશાળા નિદેશક અને શોધ સહાયક રિચર્ડ ગાયેટે કહ્યુ જો કોઈ વૃક્ષ પાણીમાં ડૂબેલુ છે તો તેનુ કાર્બન સરેરાશ 2000 વર્ષ સુધી આ ઝાડમાં હાજર રહેશે.

તેમણે કહ્યુ જો કોઈ ઝાડ જંગલમાં તૂટીને પડી ગયુ છે તો તેમા કાર્બનની હાજરી સરેરાશ 20 વર્ષ સુધી જ રહે છે. દળે ઉત્તરી મિસોરીમાં અધ્યયન કર્યુ જેમાં ભૌગોલિક દ્રષ્ટિએ એક બાબત એ અનોખી છે કે અહીં એવા જંગલો છે જેમની વચ્ચેથી કુદરતી રીતે નદીઓ વહે છે. તેમણે જોયુ કે પાણીમાં ડૂબેલા ઘણા વૃક્ષો 14000 વર્ષ જૂના હતા. આ વૃક્ષો કદાચ દુનિયાભરમાંથી મળેલા વૃક્ષોમાં સૌથી પ્રાચીન વૃક્ષો છે.