ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (13:03 IST)

પાલિન ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર નહી

અમેરિકામાં મોટાભાગના મતદાતાઓનુ કહેવુ છે કે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સારા પાલિન પદ માટે યોગ્ય નથી.

તાજેતરમાં જ રજૂ થયેલ ન્યૂયોર્ક ટાઈમ્સ સીબીએસ ન્યૂઝ સર્વેના મુજબ 59 ટકા મતદાતાઓનુ કહેવુ છે કે અલાસ્કાના ગવર્નર આ પદ માટે યોગ્ય નથી. મહિનાની શરૂઆત પછીથી આ પ્રકારના વિચારો મૂકનારા લોકોની સંખ્યામાં નવ અંકનો ફાયદો થયો છે.

સર્વેમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ મતદાતાઓએ કહ્યુ કે ઉપરાષ્તપતિના ઉમેદવારની પસંદગી રાષ્ટ્રપતિ માટેના તેમના વોટ પર અસર કરનારુ એક મોટુ કારણ છે. જો કે આ સંબંધે પણ રિપબ્લિકનને માટે સારા સમાચાર નથી કારણ કે આવા મતદાતાઓ ડેમોક્રેટ ઉમેદવાર સીનેટર બરાક ઓબામાનુ સમર્થન કરી રહ્યા છે.

મતદાતાઓએ એ સંકેત આપ્યો છે કે પાલિનની પસંદગી કરવાથી મૈક્કેનની છબિને નુકશાન પહોંચ્યુ છે. મતદાતાઓએ કહ્યુ કે તેમને આ વાતને લઈને મેક્કેન કરતા ઓબામા પર વધુ વિશ્વાસ છે કે તેઓ પોતાના શાસનમાં યોગ્ય લોકોનો સમાવેશ કરશે.

રાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને છેલ્લા બે વર્ષથી શરૂ થયેલ તૈયારી ઘણી ચર્ચા અને મોટા પાયા પર પ્રચાર પછી આખા દેશમાં કરાવવામાં આવેલ સર્વેમાં જોવા મળ્યુ છે કે મંગળવારના રોજ થનારી ચૂંટણી પહેલા બંને ઉમેદવારોની વચ્ચે જોરદાર સંઘર્ષ છે.