શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 17 ડિસેમ્બર 2014 (17:08 IST)

પેશાવર પછી હવે અફઘાનિસ્તાનમાં બેંક પર આત્મઘાતી હુમલો, 10ના મોત

પાકિસ્તાનના પેશાવરમાં થયેલ બર્બર આતંકી હુમલા પછી બુધવારે બપોરે અફ્ગાનિસ્તાનમાં એક આત્મઘાતી હુમલો થઈ ગયો છે . હેલમંદના લશ્કરબાગમાં કાબૂલ બેંકમાં આતંકવાદીઓએ આત્મઘાતી બ્લાસ્ટ કર્યો જેમા 10 લોકોના મોત થઈ ગયા છે. 
 
કર્મચારીઓ મુજબ જે સમયે ત્યા હુમલો થયો એ સમયે સરકારી કર્મચારી પોતાનો પગાર લેવા બેંકમાં પહોંચ્યા હતા. પોલીસ સૂત્રો મુજબ આ આતંકવાદીઓએ બેંકના સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબારી શરૂ કરી દીધી. એક પ્રત્યક્ષદર્શી મુજબ તેમણે બેંકમાં વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો. 
 
બેંકની અંદર અનેક નાગરિકો હોવાના સમાચાર છે. હેમલચ6દ પ્રાંતના પોલીસ પ્રમુખ પ્રવક્તા ફરીદ અહમદ ઓબૈદનુ કહેવુ હતુ કે કુલ ચાર તાલિબાની આતંકવાદી બેંકમાં ઘુસ્યા જેમા એકે આત્મઘાતી હુમલો કર્યો અને ત્રણ અન્ય સુરક્ષા કર્મચારીઓની સાથે મુઠભેડ કરી રહ્યા હતા.