શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોલંબો , મંગળવાર, 19 મે 2009 (11:09 IST)

પ્રભાકરણ જીવિત છે-તામિલનેટનો દાવો

એલટીટીઈ સમર્થક વેબસાઈટે દાવો કર્યો છે કે એલટીટીઈ ચીફ પ્રભાકરણ જીવિત અને સુરક્ષિત છે.

તમિલનેટ ડોટ કોમનાં દાવા પ્રમાણે વેલુપિલ્લઈ પ્રભાકરણ જીવિત છે. જ્યારે શ્રીલંકન સેનાએ દાવો કર્યો છે કે તે મૃત પામ્યો છે. તો શ્રીલંકન રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ મંગળવારે એલટીટીઈનાં સંપૂર્ણ થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો.

રાજપક્ષે આ અંગે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે અમારી લડાઈ તમિલો સામે નહીં પણ વિદ્રોહીઓ સામે છે. તેમજ રાજીવ ગાંધી અને શ્રીલંકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રેમદાસાની હત્યા માટે તેમણે પ્રભાકરણને જવાબદાર ઠેરવ્યા હતા.

આ બાજુ ભારતમાં પણ લિટ્ટેને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. એમડીએમકેનાં નેતા વાઈકોનાં જણાવ્યા મુજબ લિટ્ટે પ્રમુખ પ્રભાકરણ જીવિત છે. તો ઈન્ટરપોલ દિલ્હીએ ઈન્ટરપોલ કોલંબો પાસે પ્રભાકરણનાં ડીએનએની પ્રોફાઈલ માંગી છે. જેથી તે પ્રભાકરણ સામેનો કેસ પાછો ખેંચી શકે.

વાઈકોને લિટ્ટેનાં કટ્ટર સમર્થક ગણવામાં આવે છે. તેથી પ્રભાકરણનાં મોતનાં સમાચારથી તમિલનાડુમાં હિંસક પ્રદર્શન થવાની આશંકા હતી. પણ હાલની ચુંટણીમાં લિટ્ટે સમર્થક પીએમકે અને એમડીએમકે ખૂબ ખરાબ રીતે હાર્યા છે. તેથી તેઓ બરાબર રીતે વિરોધ દર્શાવી શક્યા ન હતા.