ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કોલંબો , મંગળવાર, 19 મે 2009 (14:31 IST)

પ્રભાકરણનો મૃતદેહ મળ્યો-સેના પ્રમુખ

શ્રીલંકાનાં સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ સરત ફોન્સેકાએ લિટ્ટે પ્રમુખ વેણુગોપાલ પ્રભાકરણનો મૃતદેહ મળ્યો હોવાનો દાવો કર્યો છે.

ફોરેન્કાએ જણાવ્યું હતું કે યુદ્ધનાં મોરચાથી સારા સમાચાર આવ્યા છે. આતંકવાદી સંગઠન લિટ્ટેનાં પ્રમુખ પ્રભાકરણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનાં ડીએનએ ટેસ્ટ બાદ તેમણે જાહેરાત કરી હતી કે પ્રભાકરણ મૃત પામ્યો છે.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં 30 વર્ષથી દેશ સામે યુદ્ધ લડી રહેલાં પ્રભાકરણનો મૃતદેહ મળ્યા બાદ હવે કોઈ શંકા બાકી રહેતી નથી. જો કે પ્રભાકરણનાં મોત અંગે રહસ્ય બનેલું છે. સેનાનાં જણાવ્યા મુજબ તેના માથામાં ગોળી વાગવાથી મોત થયું છે. તો ઘણા વિશ્લેષકોનાં જણાવ્યા મુજબ પ્રભાકરણ અને તેના સાથીઓએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.