ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ફિલીસ્તીનીઓ અપનાવે ગાંઘીનો માર્ગ - રવિ શંકર

આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિ શંકરે ફલસ્તીનીઓને કહ્યુ છે કે તેઓ જુલ્મ સામે લડવા માટે ઘૈર્યની સાથે મહાત્મા ગાંઘીના અહિંસાના માર્ગનુ અનુકરણ કરે.

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપકે અહીં ફલસ્તેની લોકોને સંબોધિત કરતા કહ્યુ 'પાછલી સદીમાં મહાત્મા ગાંઘી આપણને માર્ગ બતાવી ચુક્યા છે. તેમણે અહિંસાના માર્ગ દ્વારા સૌથી વધુ શક્તિશાળી શાસન વિરુધ્ધ લડાઈ લડી, જેણે તેમણે એક એવા દેશમાં અપનાવ્યુ જ્યા જાતિ ધર્મ ભાષા વગેરે જુદા જુદા છે.

તેમણે કહ્યુ ભારત દુનિયાની ત્રીજો સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ છે અને આપણે હળીમળીને રહીએ છીએ. ક્યારેક થોડી મુશ્કેલી આવે છે. આ દરેક ઘર્મમાં રહેલા થોડાક કટ્ટરપંથીઓને કારણે હોય છે.

રવિ શંકરે કહ્યુ કે ફલસ્તીનિયોએ પ્રતિક્રિયાત્મક નહી પરંતુ પોતાનો વ્યવ્હાર રચનાત્મક રાખવો જોઈએ. તેમણે કહ્યુ કે હુ રોજના દુ:ખને સમજુ છુ. હુ જાણુ છુ કે નાગરિકો પર કેવા કેવા અત્યાચારો થાય છે. હુ તેને ઈરાકમાં જોઈ ચૂક્યો છુ. સમસ્યાનો સામનો કરવાના બે રસ્તા છે. તત્કાલ પ્રતિક્રિયા કરવામાં આવે કે પછી સમજી વિચારીને જવાબ આપવામાં આવે. રવિ શંકરે કહ્યુ કે જ્ઞાનની સાથે જવાબ આપવા માટે મગજને થોડુ શાંત રાખવાની જરૂર છે.