ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ફીજીમાં રાજકીય સંકટ !

ફીજીમાં રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. રાષ્ટ્રપતિએ ન્યાયપાલિકાને બરખાસ્ત કરી આજે સત્તા પોતાના હાથમાં લેતાં દક્ષિણી પ્રશાંત વિસ્તારમાં રાજનીતિક સંકટ વધુ ઘેરાઇ રહ્યું છે.

રાષ્ટ્રપતિ રાતૂ જોસેફા ઇલોઇલોએ રાષ્ટ્રના નામે પ્રસારિત એક રેડિયો સંદેશમાં કહ્યું છે કે, તેમણે સંવિધાનને રદ કર્યુ છે અને તમામ સરકારી સત્તા દોર પોતાના હાથમાં લીધો છે અને આની સાથે તમામ ન્યાયિક પદોને રદ કર્યા છે.

રાષ્ટ્રપતિએ આ પગલાં દેશની બીજી સર્વોચ્ચ અદાલતના આદેશના એક દિવસ બાદ લીધા છે. અદાલતે ગઇકાલે પોતાના આદેશમાં કહ્યું હતું કે, વર્ષ 2006ના તખ્તાપલટ બાદ સત્તા સંભાળનારી સૈનિક સરકાર ગેરકાનૂની હતી.