ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કોલંબો , શુક્રવાર, 7 ઑગસ્ટ 2009 (19:00 IST)

ફોનથી પદ્મનાથનનો પીછો કરાયો !

શ્રીલંકાના વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ લિટ્ટેના તાજેતરમાં માર્યા ગયેલા પ્રમુખ વેલ્લુપિલ્લાઇ પ્રભાકરણના ફોનને આધારે એના નવા પ્રમુખની ધરપકડ કરવામાં સેનાને સફળતા મળી છે.

શ્રીલંકાના ગુપ્ત વિભાગના અધિકારીઓને 18મી મેના યુધ્ધમાં પ્રભાકરણને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશ પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. આ ફોનના આધારે તેમણે સેલ્વારાજા પદ્મનાથનનો પીછો કર્યો હતો કે જે છેલ્લા ત્રણ દાયકાથી ચકમો આપતો હતો. લિટ્ટેનો દેશમાંથી સફાયો કર્યા બાદ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના અભિયાનમાં પદ્મનાથનની ધરપકડ મહત્વની છે.

સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પદ્મનાથનની કોલંબોમાં પુછપરછ ચાલી રહી છે. લિટ્ટેના લાખો ડોલરના હથિયારોની તસ્કરી અને એના માટે નાણાં એકત્ર કરવાની જવાબદારી સંભાળનાર પદ્મનાથને સંગઠનની જવાબદારી 18મેથી સંભાળી હતી.