શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , સોમવાર, 30 જૂન 2008 (13:11 IST)

બે શીખ ભાઈઓને ચાર વર્ષની જેલ

લંડન. બ્રિટનને એક અદાલતે બે શિખ ભાઈઓને પોતાની બહેનના મિત્રનું અપહરણ કરીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના આરોપમાં ચાર વર્ષની સજા ફટકારી હતી.

બચાવ પક્ષના વકીલ નીલા વિલિયમ્સે જણાવ્યું કે આ યુવકોની 19 વર્ષીય બહેન કોવેંટ્રીમાં ભણે છે અને તેના એક 26 વર્ષીય હિંદુની સાથે સંબંધ હતાં. છોકરીના પરિવારજનો તેના લગ્ન ભારતની અંદર પરંપરાગત રીતે કરવવા માંગતાં હતાં પરંતુ તેણે નવેમ્બરમાં જ લગ્ન કરી લીધા હતાં.

એક રિપોર્ટ અનુસાર તેમનો આ સંબંધ તેમના પરિવારજનોને સ્વીકાર ન હતો કર્યો. ફેબ્રુઆરીમાં તેના બે ભાઈઓએ તેના પ્રેમીની વિરુદ્ધ ફરિયાદ કરી. તે દરમિયાન છોકરીનો પ્રેમી તેના બે ભાઈઓને મળવા માટે ગયો.

તે દરમિયાન તેના બે ભાઈઓએ તેના પ્રેમીને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને તેની દુર્વ્યવહાર કર્યો અને તેને જબરજસ્તી કારમાં બેસાડી દિધો. બંને યુવકો તેને પોલીસ સ્ટેશનની પાસે છોડીને ભાગી ગયાં હતાં.