બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 માર્ચ 2015 (13:35 IST)

બે હેલિકોપ્ટર અથડાતા ત્રણ ફ્રેન્ચ ખેલાડીઓ સહિત 10ના મોત

એક પ્રખ્યાત યુરોપિન રિયાલિટી શોના ફિલ્માંકન માટે જઈ રહેલા બે હેલિકોપ્ટર ઉત્તરીય આર્જેન્ટિનામાં તુટી પડતા બે સ્પોર્સ્ટ પર્સન સહિત દસ લોકોના મોત થયાનું આર્જેન્ટિના સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે. મૃતકોમાં આઠ ફ્રેન્ચ નાગરિકો અને બે આર્જેન્ટિનાના છે.
 
બ્યુનોસથી આશરે 730 માઈલ દૂર આવેલા લા રિયોજા પ્રાંતના કાસ્ટેલે વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન તુટી પડ્યા હતા એમ લા રિયોજાના સિક્યુરિટી સેક્રેટરીએ સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું હતું. આમાં સવાર દસે દસ લોકોના મોત થયા હતા.
 
 
બંને હેલિકોપ્ટર એકબીજા સાથે જોરથી અથડાયા હોય મનાઈ રહ્યું છે. હેલિકોપ્ટરના તુટેલા ભંગાર વેરવિખેર પડેલો છે જ્યારે આસપાસ લોકોના ટોળાં ઉમટ્યાં છે.
 
લા રિજોરા સરકારના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે મૃતક દસમાંથી બે ફ્રાંસના સ્પોર્ટસ પર્સન હતા. જેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ સ્વિમર કેમિલી મુફ્ત, ઓલિમ્પિક બોક્સર એલેક્સા વેસ્ટેઈન અને સેલેર સ્પોર્ટમેન ફ્લોરેન્સ આર્થહૂડનો સમાવેશ થાય છે.
 
 
આ સ્પોર્ટસ પર્સન ‘ડ્રોપેડ’ નામના રિયાલીટી શોમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ પ્રોગ્રામના ઘણા વર્ઝન આખા યુરોપમાં પ્રસારિત થઈ ચુક્યા છે.