શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લંડન , બુધવાર, 27 ફેબ્રુઆરી 2008 (12:27 IST)

બ્રિટનમાં ભૂકંપના આંચકા

લંડન(વાર્તા) ઈંગ્લેન્ડના કેટલાક ક્ષેત્રોમાં આજે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 4.7ની તીવ્રતા વાળા ભૂકંપના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ભૂકંપના કારણે જાનમાલને કેટલુ નુકસાન થયુ છે તે હજી સુધી જાણી શકાયુ નથી.

અમેરિકાના ભૂગોળ શાસ્ત્ર સર્વેક્ષણના જણાવ્યા મુજબ, ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં આજે 4.7ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ભયનુ સામ્રાજ્ય ફેલાયુ હતુ. બપોરના સમયે આવેલા ભૂકંપના લીધે જાનમાલનુ કેટલુ નુકસાન થયુ છે તે હજી સુધી જાણી શકાયુ નથી. આજે આવેલા ભૂકંપનુ કેન્દ્રબિંદુ (એપી સેન્ટર) લંડનથી 205 કિલોમીટર ઉત્તરમાં નોંધાયુ હતુ.