શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ભારત- અફઘાનિસ્તાન પાક.માં આતંક ફેલાવે છે-મલિક

પાકિસ્તાને પોતાના અશાંત વિસ્તાર એવા આદિવાસી વિસ્તારોમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકા તરફથી દબાણ વધી રહ્યું છે. તે સમયે પાકિસ્તાને પોતાના દેશમાં અશાંતિ ફેલાવવા માટે ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યા હતા.

પાકિસ્તાનનાં ગૃહમંત્રી તથા પીપીપીનાં સહ અધ્યક્ષ આસીફ અલી ઝરદારીનાં વિશ્વાસપાત્ર એવા રહેમાન મલિકે અમેરિકા સહિત પશ્ચિમનાં મિત્ર દેશોને અપીલ કરી છે કે ભારત અને અફઘાનિસ્તાનની કેટલીક ગુપ્ત પ્રવૃત્તિઓ રોકવામાં અમને મદદ કરે.

મલિકે બુધવારે વોશિગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત એફએટીએ શાસિત આદિવાસી વિસ્તારને અસ્થિર કરવા માંગે છે. ભારત અને અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરજાઈ જે કંઈ કરી રહ્યા છે, તેને રોકવું જોઈએ અને તેને બંધ કરવું જોઈએ. રાષ્ટ્રપતિ યુસુફ રઝા ગિલાનીએ અમેરિકા યાત્રા દરમિયાન મલિકે આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાન વિરૂધ્ધ પાયાવિહોણા આરોપો લગાવે છે, જ્યારે પાકિસ્તાન ખુદ આતંકવાદનું શિકાર છે.

મલિકે ઉમેર્યુ હતું કે હવે સમય આવી ગયો છે કે અમારે સત્યનો ખુલાસો કરવો પડશે અને દુનિયાને બતાવવું પડશે કે બહારની તાકાતો પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવી રહી છે.