શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શુક્રવાર, 22 જાન્યુઆરી 2010 (12:51 IST)

ભારત-અમેરિકી ભાગીદારી મહત્વપૂર્ણ : વ્હાઇટ હાઉસ

ઓબામા પ્રશાસનનો કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, ભારત સાથે ભાગીદારી ખુબ જ મહત્વપૂર્ણ છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા માઇક હૈમરે કાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, એ સ્પષ્ટ થવું જોઈએ કે, ભારત સાથે ભાગીદારી ખુબ જ મહત્વપૂર્ણ છે અને અમારા માટે તે ખુબ જ મહત્વ ધરાવે છે.

વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનના અનુસાર, ભારત અમેરિકા સંબંધોનું ત્રીજુ ચરણ ’ઇંડો-યૂએસ30’ શરૂ થઈ ચૂક્યું છે. ઓબામા પ્રશાસનના બીજા વર્ષમાં ભારત અમેરિકા સંબંધ મહત્વપૂર્ણ વિષય છે. આ જ કારણ છે કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ વર્ષે ભારત આવવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂક્યાં છે.

હૈમરે કહ્યું કે, રાષ્ટ્રપતિ આ વર્ષે ભારત આવવા માતે અત્યંત ઉત્સુક છે પરંતુ આ વિષે હાલ કોઈ ઠોસ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.

ગત વર્ષ નવેમ્બર માસમાં વડાપ્રધાન મનમોહનસિંહની આધિકારિક અમેરિકા યાત્રા દરમિયાન ઓબામાએ કહ્યું હતું કે, તે આ વર્ષે ભારત આવવાનું સિંહનું આમંત્રણ સ્વીકાર કરે છે.