શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , ગુરુવાર, 28 જાન્યુઆરી 2010 (14:58 IST)

ભારતથી કંઈક શીખે અમેરિકા : ઓબામા

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે ભારત ચીન અને જર્મનીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે, અમેરિકા આ ક્ષેત્રમાં કોઈ પણ દિશામાં આ દેશોને પાછળ ન છોડી શકે. ઓબામાએ કાલે રાત્રે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત અધિવેશનમાં પોતાના વાર્ષિક ઉદ્ધબોધનમાં તેમની આર્થિક નીતિઓના આલોચકોને વળતો જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે, જે દિવસથી મેં પદભાર સંભાળ્યો છે. મને કહેવામાં આવી રહ્યું છે કે, મોટા પડકારોનું સમાધાન અત્યાધિક મહત્વકાંક્ષી છે કારણ કે, એવા પ્રયત્નો ખુબ જ વિવાદાસ્પદ હશે તથા અમારી રાજનીતિક વ્યવસ્થા હજુ પણ જકડાયેલી છે એટલા માટે આપણે થોડા સમય માટે યથાસ્થિતિ જાળવી રાખવાની છે. તેણે કહ્યું, એ લોકો જે એ દાવો કરે છે. તેમની સાથે મારો એક સીધો સાદો પ્રશ્ન છે કે, આપણે કેટલી રાહ જોવી પડશે, અમેરિકાને પોતાનું ભવિષ્ય કેટલા સમય સુધી આવું જ બનાવી રાખવું પડશે.