ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 16 જૂન 2014 (10:31 IST)

ભારતની મજબૂતી સાર્ક દેશો માટે લાભકારક - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનની સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરી. તેમણે કહ્યુ કે ભૂતાન સાંસ્કૃતિક વારસો અને પર્યાવરણની રક્ષા માટે હંમેશા જાગૃત દેશ રહ્યો છે અને તેથી તે શુભેચ્છાને પાત્ર છે. આજે પ્રધાનમંત્રીના ભૂટાન પ્રવાસનો છેલ્લો દિવસ છે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે 'જ્યારે દુનિયામાં સત્તાના વિસ્તારનો પ્રવાસ હતો, ભૂતાને લોકતંત્રનો મજબૂત પાયો નાખવાનો પ્રયાસ કર્યો. વિશ્વના અનેક સ્થાનો પર સત્તા હડપવાના પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે ભૂતાને ખૂબ જ ઉત્તમ રીતે લોકશિક્ષાના માધ્યમથી જન-મનને ધીરે ધીરે તૈયાર કરતા અને સંવૈધાનિક વ્યવસ્થાને વિકસિત કરતા લોકતાંત્રિક પરંપરાને સ્થાપિત કરી.' 
 
પડોશી દેશના વખાણ કરતા તેમણે કહ્યુ કે ભૂતાનમાં વિકાસ અને પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે થઈ. તેમણે કહ્ય કે સાર્ક દેશોની ભલાઈ માટે ખૂબ જરૂરી છે કે ભારત મજબૂત બને અને ત્યાંના નાગરિક સુખી રહે. ત્યારે તેઓ પડોશી દેશોના સુખ દુ:ખની ચિંતા કરી શકશે. તેમણે કહ્યુ કે જો ભારત જ આંતરિક સમસ્યાઓ સાથે ઝઝૂમતુ રહ્યુ તો તે મદદ કેવી રીતે કરી શકશે.  

પ્રધાનમંત્રીએ કહ્યુ કે ભારત અને ભૂટાનના સંબંધ સાંસ્કૃતિક સામ્યતાને કારણે છે.