ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિગ્ટન , શનિવાર, 28 માર્ચ 2009 (15:53 IST)

ભારતની મિત્રતા ઉપયોગી-ઓબામા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે ભારતને દક્ષિણ એશિયામાં પ્રસ્તાવિત સંપર્ક સમૂહમાં ભારતને માન્યતા આપી છે.

ઓબામાએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સાથે અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે નવો સંપર્ક સમૂહ બનાવ્યો છે. જેમાં તે ક્ષેત્રનાં બધા લોકોની ભાગીદારી હોવી જોઈએ. અમારા નાટો સહયોગી તથા અન્ય ભાગીદારોમાં એશિયાઈ દેશ,મધ્યપૂર્વનાં ખાડી દેશો, રૂસ, ભારત અને ચીન છે.

ઓબામાએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય, અમેરિકાનાં સહયોગી તથા ક્ષેત્રીય દેશોની ભૂમિકા મહત્ત્વની રહેશે. અમેરિકા વિવિધ દેશો સાથે હાથ મિલાવીને પોતાની ભૂમિકા નિભાવશે.