બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગટન. , મંગળવાર, 21 સપ્ટેમ્બર 2010 (16:29 IST)

ભારતમાં ઓબામાની રેટિંગ ઘટી

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા દેશમાં અમેરિકી નેતૃત્વની લોકપ્રિયતા વર્ષ 2008ના મુકાબલે ઘણી નીચે જતી રહી છે.

ભારતમાં લોકો ઓબામા સરકારની ધંધાર્થી વીઝા ફી માં વધારો કરવા અને આઉટસોર્સિંગ પર તેની નીતિઓને લઈને ખૂબ નારાજ છે.

ગાલઅપ પોલ દ્વારા રજૂ આંકડા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિની લોકપ્રિયતાનો ગ્રાફ વર્ષ 2008માં 31 ટકાની સામે પડીને વર્ષ 2010માં 18 ટકા થઈ ગયો છે.

જેના વિરુધ્ધ 7.5 અરબ ડોલરની મદદ રાશિ સંબંધી કૈરી લુગર બર્મન ખરડાને મંજૂરી આપવા અને મોટા પાયા પર પૂર રાહત કાર્યોમાં મદદ પછી પાકિસ્તાનમાં અમેરિકી નેતૃત્વની લોકપ્રિયતામાં ફાયદો થયો છે જ્યા આ વર્ષ 2008માં દસ ટકાની સામે વર્ષ 2010માં વધીને 18 ટકા સુધી પહોંચી ગયો છે.

ઓબામાની નવેમ્બરમાં થનારી ભારત યાત્રા પહેલા ઓબામા સરકાર એક વિવાદાસ્પદ ખરડો લાવી છે. જેમા એચ 1 બી અને એલ 1 વીઝા ફી માં વધરો કરવામાં આવ્યો છે. આ પગલુ ભારતના 50 અરબ ડોલરથી વધુના આઈટી ઉદ્યોગને આઘાત પહોંચાવનારો માનવામાં આવી રહ્યો છે