ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઇસ્લામાબાદ , શનિવાર, 21 માર્ચ 2009 (10:05 IST)

ભૂતકાળ ભુલી આગળ વધો - ઝરદારી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આજે વિપક્ષોને શાંતિનો હાથ આગળ વધારતાં કહ્યું હતું કે, ભૂતકાળને ભુલી જાઓ અને દેશ માટે આગળ આવો.

ચીફ જસ્ટીસ અબ્દુલ હમીદ ડોગરના વિદાય સમારંભમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2007ના આપાતકાળ દરમિયાન પદ પરથી હટાવી લેવાયેલા ન્યાયાધીશોને પુનઃ નિયુક્તિને પાકિસ્તાનની સંસ્થાઓના સુદ્રઢીકરણની પ્રક્રિયાના એક સારા પગલા તરીકે જોવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આગળની તરફ જોવો અને જે હાંસલ થઇ શકે છે એને લઇને આગળ વધવાનો સમય છે. આ ભૂતકાળને ભુલી જવાનો સમય છે અને આગળ વધવાનો સમય છે.